Pular para o conteúdo
Publicidade

2 તિમોથી 1

1 મસીહ ઈસુમાં જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ઈસુ મસીહનો પ્રેષિત પાઉલ,

2 મારા વહાલાં દીકરા તિમોથી:

ઈશ્વર પિતા અને આપણા પ્રભુ મસીહ ઈસુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાઓ.

આભારસ્તુતિ

3 મારા પૂવઁજોની જેમ, હું પણ શુધ્ધ અંતઃકરણથી સેવા કરું છું તેમનો આભાર માનું છું, અને રાતદિવસ મારી પ્રાથઁનાઓમાં તને યાદ કરું છું. 4 તારા આંસુઓને યાદ કરીને, હું તને જોવાને ઘણો ઉત્સુક છું, કે તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં. 5 જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકામાં હતો, અને મને ખાતરી છે કે હવે તારામાં પણ છે.

પાઉલ અને સુસમાચાર પ્રત્યે વફાદારી માટે અપીલ

6 માટે હું તને યાદ કરાવું છું કે તારા માથે મારા હાથ મૂકવાંથી તને મળેલ ઇશ્વરનું કૃપાદાન, જે તારામાં છે, તેને પ્રજવલિત રાખજે. 7 કારણ કે ઈશ્વરે આપણને જે આત્મા આપ્યો છે તે આપણને ભયભીત કરતો નથી, પણ સામથ્યઁનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે. 8 માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે બંદિવાન છું તેના લીધે શરમાઈશ નહિ. પણ સુસમાચારને લીધે ઇશ્વરના સામથ્યઁ પ્રમાણે મારી સાથે દુઃખ ભોગવ. 9 તેમણે આપણને બચાવ્યાં અને પવિત્ર જીવન માટે આપણને બોલાવ્યા, આપણી કોઇ કરણીઓને કારણે નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે અને કૃપાને કારણે એ કૃપા મસીહ ઈસુમાં અનાદિકાળથી આપવામાં આવી હતી, 10 પણ હવે આપણા તારનાર મસીહ ઈસુના પ્રગટ થવાથી તે હમણાં પ્રગટ કરવામાં આવી છે. તેમણે મરણનો નાશ કયોઁ અને સુસમાચાર દ્રારા જીવન અને અમરપણું પ્રગટ કયુઁ. 11 અને આ સુસમાચારના ઉપદેશક, પ્રેષિત અને શિક્ષક નીમવામાં આવ્યો. 12 તેથી જ હું એ દુઃખ સહન કરું છું તોપણ હું શરમાતો નથી. કારણ કે જેનાં પર મેં વિશ્વાસ કર્યો છે, તેને હું ઓળખું છું. મને ખાતરી છે કે તે દિવસ સુધી મેં તેમને સોંપેલી અનામત સંભાળી રાખવાને તે શકિતમાન છે.

13 મારી પાસેથી જે તે સાંભળ્યું છે, તેને મસીહ ઈસુમાં પ્રેમ તથા વિશ્વાસમાં પકડી રાખ. 14 જે સારી અનામત તને સોંપેલી છે તેને આપણામાં વસતાં પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.

બેવફાદારી અને વફાદારીનાં ઉદાહરણો

15 તને ખબર છે કે આસિયા પ્રાંતના બધા લોકોએ મને છોડી દીધો છે, તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.

16 ઓનેસિફરસ તથા તેના કુટુંબ પર પ્રભુ દયા કરો, કારણ કે વારંવારની તેની મુલાકાતોએ મને તાજગી બક્ષી છે; અને મારા સાંકળના બંધનો માટે તેણે કદી શરમ અનુભવી નથી. 17 તેનાથી વિપરીત, જયારે તે રોમમાં હતો, ત્યારે તેણે ખંતથી મને શોધ્યો, અને તે મને મળ્યો. 18 પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર દયા થાય! એફેસસમાં તેણે મને કેટલી બધી મદદ કરી છે તે તું સારી રીતે જાણે છે!

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo