Pular para o conteúdo
Publicidade

2 તિમોથી 4

1 માટે ઈશ્વરની સમક્ષ તથા મસીહ ઈસુ કે જે તેમનું રાજ્ય સ્થાપવાં ફરી પાછા આવશે અને જીવતાંઓનો તથા મૂએલાંનો ન્યાય કરશે તેમની સમક્ષ હું તને ગંભીરતાપૂર્વક કહું છું કે: 2 તું અનુકૂળ કે પ્રતિકૂળ સમયોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર; ઠપકો આપ અને પ્રોત્સાહન આપ, કાળજીથી અને ધીરજથી ઈશ્વરનાં વચન શીખવ્યાં કર, 3 કારણ કે એવો સમય આવશે જયારે લોકો સાચાં ઉપદેશને સાંભળશે નહિ, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતાં ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે; 4 તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે. 5 પણ તુ સવઁ બાબતોમાં સાવધ રહેજે, દુઃખ સહન કર, સુસમાચારનું કામ કર, તારું સેવા કાયઁ પૂણઁ કર.

6 કેમકે હું પેયાપઁણ તરીકે રેડાઉં છું, અને મારો સમય પૂરો થવા આવ્યો છે. 7 હું સારી લડાઈ લડયો છું, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે. 8 સ્વર્ગમાં મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે, પ્રભુ જે અદલ ન્યાયાધીશ છે તે, તે દિવસે તે મુગટ મને આપશે, મને એકલાંને જ નહિ પરંતુ જેઓ તેમના આગમનની આતુરતાથી રાહ જુએ છે તે સર્વને પણ આપશે.

વ્યકિતગત નોંધ

9 તું જેમ બને તેમ વહેલો મારી પાસે આવ. 10 કારણ કે દેમાસ હાલનાં જગત પર પ્રેમ રાખી મને છોડી ને તે થેસ્સાલોનિકા જતો રહ્યો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્મતિયા ગયો છે. 11 અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે કારણ કે તે મને સેવામાં મદદરૂપ છે. 12 મેં તુર્ખીકસને એફેસસ મોકલ્યો છે. 13 તું આવે ત્યારે ત્રોઆસમાં કાર્પસને ત્યાં જે ઝભ્ભો મેં મૂકયો છે તે, તથા પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રો લેતો આવજે.

14 એલેકઝાંડર કંસારાએ મને ઘણું નુકશાન પહોંચાડ્યું છે, પ્રભુ તેને બદલો આપશે. 15 અમારા સંદેશાનો તેણે ઘણો વિરોધ કર્યા છે માટે તું તેનાથી સાવધ રહેજે.

16 મારાં પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઇ રહ્યું ન હતું, પણ બધા જ મને મુકીને ચાલ્યા ગયાં હતા. તે માટે પ્રભુ તેઓને દોષિત ન ગણે. 17 પરંતુ પ્રભુ મારી પડખે રહ્યા અને મને સામથ્યઁ આપ્યું, જેથી મારા દ્રારા સંપૂણઁ સંદેશો સાંભળવામાં આવે અને સઘળા વિદેશીઓ તે સાંભળે. અને સિંહના મુખમાંથી મને બચાવી લેવામાં આવ્યો. 18 પ્રભુ મને સર્વ અનિષ્ટોથી બચાવીને તેમના સ્વર્ગીય રાજ્યમાં લાવશે. તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

આખરી સલામ

19 પ્રિસ્કા અને અકુલાને તથા ઓનેસિફરસના કુટુંબીજનોને મારી સલામ.

20 એરાસ્તસ કરિંથમાં રહી ગયો અને ત્રોફીમસ બિમાર પડી જવાથી મેં તેને મિલેતસમાં રહેવા દીધો. 21 શિયાળા પહેલાં અહીં આવવાં પ્રયત્ન કરજે.

યુબુલસ, પુન્દેસ, લીનસ, કલોદિયા તથા અન્ય ભાઈઓ તને કુશળતા પાઠવે છે.

22 પ્રભુ તારા આત્માની સાથે હો. તમ સવઁ પર કૃપા થાઓ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo