પાઉલની સાંકળો સુસમાચારને પ્રસારે છે
12 ભાઈઓ આને બહેનો, મારી સાથે જે બન્યું છે તે સુસમાચારને આગળ વધારવામાં મદદરૂપ થયાં છે એ હું તમને જણાવવાં માંગુ છું. 13 પરિણામે, આખા મહેલના ચોકીદાર અને બધાને એ સ્પષ્ટ થઈ ગયું છે કે હું મસીહને કારણે જેલમાં છું. 14 અને મારા બંધનોને કારણે, મોટાભાગના ભાઈઓ અને બહેનો પ્રભુમાં વિશ્વાસ ધરાવતા થયાં છે અને નિભઁયપણે પ્રભુના સુસમાચાર પ્રગટ કરવા માટે વધુ હિંમતવાન બન્યા છે.