3 સ્વાર્થી મહત્વાકાંક્ષા કે વ્યથઁ અભિમાનથી કંઈ ન કરો. તેના બદલે, નમ્ર ભાવથી પોતના કરતાં બીજાઓને ઉત્તમ ગણવાં, 4 તમારાં પોતાના હિત પર નહિ, પણ બીજાઓનાં હિત પર લક્ષ રાખો.
5 એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:
6 જે પોતે ઈશ્વર હોવા છતાં,
તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;
7 તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,
તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,
અને તેઓ માણસની સમાનતામા આવ્યા,
8 અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,
અને પોતાને નમ્ર કયાઁ,
મરણને આધીન થયા,
ક્રૂસના મરણને.