અંતિમ ઉતેજન
4 પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે: આનંદ કરો. 6 કોઈ પણ બાબતની ચિંતા ન કરો, પણ દરેક બાબત માટે પ્રાર્થના કરો અને તમારી માંગણીઓ આભારસ્તુતિ સાથે તમારી અરજો ઈશ્વરને જણાવો. 7 અને ઈશ્વરની શાંતિ, જે બધીજ સમજશક્તિની બહાર છે, તે મસીહ ઈસુમાં તમારાંં મનોને તથા હૃદયોને સ્વસ્થ અને નિશ્ચિંત બનાવશે.
8 છેવટે ભાઈઓ અને બહેનો, જે કાંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુધ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકિતિઁમાન છે; જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.