Pular para o conteúdo
Publicidade

ફિલિપી 4

સ્થિરતા અને એકતા માટે અંતિમ અપીલ

1 તેથી, મારા ભાઈઓ અને બહેનો જેમને હું પ્રેમ કરું છું અને જેની રાહ જોઉં છું, મારો આનંદ અને મુગટ, એવી જ રીતે પ્રિય મિત્રો પ્રભુમાં સ્થિર રહો.

2 હવે યુઓદિયા તથા સુન્તેખેને હું વિનંતી કરું છું કે, તેઓ પ્રભુમાં એક મનનાં થાય. 3 હા, અને હું તમને વિનંતી કરું છું મારા ખરાં સાથીદાર, આ બન્ને બહેનોને તું મદદ કરજે. કેમકે સુસમાચાર પ્રગટ કરવામાં તેઓએ કલેમેન્ટની સાથે મારા બીજા સાથીદારો સાથે, કે જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં લખેલાં છે તેઓની સાથે પણ કામ કર્યું છે.

અંતિમ ઉતેજન

4 પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે: આનંદ કરો. 5 તમારી નમ્રતા બધાને પ્રગટ થવા દો, પ્રભુ નજીક છે. 6 કોઈ પણ બાબતની ચિંતા ન કરો, પણ દરેક બાબત માટે પ્રાર્થના કરો અને તમારી માંગણીઓ આભારસ્તુતિ સાથે તમારી અરજો ઈશ્વરને જણાવો. 7 અને ઈશ્વરની શાંતિ, જે બધીજ સમજશક્તિની બહાર છે, તે મસીહ ઈસુમાં તમારાંં મનોને તથા હૃદયોને સ્વસ્થ અને નિશ્ચિંત બનાવશે.

8 છેવટે ભાઈઓ અને બહેનો, જે કાંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુધ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકિતિઁમાન છે; જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો. 9 મારી પાસેથી તમે જે શીખ્યાં તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારાંમાં જે જોયું તે બધું આચરણમાં મૂકો અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.

તેમના દાનો માટે આભાર

10 મારાં વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે, તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું, તેમાં તમે ચિંતા કરતાં હતા પણ તે બતાવવાને તમને કોઇ તક મળી નહિ. 11 હું આ વાત એટલા માટે નથી કહેતો કે મને તંગી છે, કેમકે ગમે તે પરિસ્થિતીમાં સંતોષથી રહેવા માટે હું શીખ્યો છું. 12 હું જાણું છું કે જરૂરિયાતમાં રહેવું શું છે અને પુષ્કળ થવું પણ જાણું છું, ભલે તૃપ્ત હોઉં કે ભૂખ્યો હોઉં, ભલે પુષ્કળ હોય કે તંગી હોય, હું સર્વ પરિસ્થિતિમાં સંતોષથી રહેવા શીખ્યો છું. 13 જે મને સામર્થ્ય આપે છે, તેનાથી સઘળું હું કરી શકું છું.

14 એમ છતાં, તમે મારી મુશ્કેલીમાં ભાગીદાર થયા તે સારું કર્યું છે. 15 વધુમાં, જેમ તમે ફિલિપ્પીઓ જાણો છો, સુસમાચાર સાથે પરિચિત થયાના શરૂઆતના દિવસોમાં, જયારે હું મકદોનિયાથી નીકળ્યો, ત્યારે આપવાં લેવામાંની બાબતમાં એકલાં તમારા વિના બીજી કોઇ મંડળીએ ભાગ લીધો ન હતો; 16 અને, જયારે હું થેસ્સાલોનિકામાં જરૂરિયાતમાં હતો ત્યારે તમે ઘણી વખત મદદ મોકલી હતી. 17 હું તમારાં દાન ઇચ્છતો નથી પણ તમારાં લાભમાં ઘણું ફળ થાય, એવી મારી ઇચ્છા છે. 18 મારી પાસે બધું જ છે અને તે પણ જોઈએ તે કરતાં વધુ, એપાફ્રાદિતસ દ્વારા મોકલાવેલાં તમારાંં દાનોથી ભરપૂર છું. એ દાનો તો સુગંધિત અપઁણ, અને માન્ય બલિદાન છે, જે ઈશ્વરને પસંદ છે. 19 અને મારા ઈશ્વર મસીહ ઈસુમાં પોતાના મહિમાની સંપતી પ્રમાણે તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે.

20 આપણા ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો! આમીન.

છેલ્લી શુભેચ્છાઓ

21 મસીહ ઈસુમાં ઈશ્વરનાં બધા લોકોને શુભેચ્છા.

મારા સાથી ભાઈઓ પણ શુભેચ્છા પાઠવે છે.

22 વળી અહીંના બધા ઈશ્વરનાં લોકો શુભેચ્છા પાઠવે છે, ખાસ કરીને જેઓ કૈસરનાં ઘરનાં છે તેઓ.

23 પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારાં આત્માની સાથે હો. આમીન!

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses