Pular para o conteúdo
Publicidade

1 યોહાન 2:12-15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

લખવાં માટેનું કારણ

12 વહાલાં બાળકો, હું તમને લખું છું,

કેમકે તેમનાં નામની ખાતર તમારાંં પાપ માફ કરવામાં આવ્યા છે.

13 પિતાઓ હું તમને લખું છું કે,

કેમકે જે આરંભથી છે તેમને તમે ઓળખો છો.

જુવાનો, હું તમને લખું છું,

કેમકે તમે દુષ્ટને જીત્યો છે.

14 વહાલાં બાળકો, હું તમને લખું છું,

કેમકે તમે પિતાને ઓળખો છો.

જુવાનો, હું તમને લખું છું,

કેમકે તમે શકિતશાળી છો.

ઈશ્વરનું વચન તમારાંમાં છે,

તમે શેતાન પર જીત પામ્યા છો.

જગત પર પ્રેમ ન રાખો

15 તમે જગત પર તથા જગતની કોઈ બાબતો ઉપર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેમનામાં પિતા પ્રત્યેનો પ્રેમ નથી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 બાળકો, હું તમને લખું છું કારણ કે તેમના નામથી તમારાં પાપ માફ થયાં છે. 13 પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને હરાવ્યો છે. બાળકો મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છે. 14 પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, અને તમે દુષ્ટને હરાવ્યો છે.

    15 જગત પર અથવા જગતમાંની વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.