14 આપણે જાણીએ છીએ કે જો આપણે ભાઈઓ ઉપર પ્રેમ રાખીએ તો એ પરથી સાબિત થાય છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. પરંતુ જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.
16 તેથી આપણે પ્રેમ શું છે તે જાણીએ: ઈસુ મસીહે પોતાનું જીવન આપણા વતી આપ્યું, અને આપણે પણ ભાઈઓ અને બહેનો માટે જીવન આપવું જોઈએ. 17 જો કોઈની પાસે દ્રવ્ય હોય, અને પોતાના ભાઈ કે બહેનને તંગીમાં જુએ છતાં તેના પર દયા ન કરે, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે? 18 વહાલાં બાળકો, આપણે શબ્દોથી નહિ, જીભથી નહિ, પણ કૃત્યોમાં અને સત્યમાં પ્રેમ કરીએ.