Pular para o conteúdo
Publicidade

1 યોહાન 4:11,12,20,21

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

11 પ્રિય મિત્રો, ઈશ્વરે આપણા પર આવો મહાન પ્રેમ કર્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખીએ. 12 જો કે કોઇએ ઈશ્વરને કદી જોયા નથી; પણ જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ છીએ, તો ઈશ્વર આપણામાં વસે છે, અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય છે.

20 જો કોઈ કહે કે "હું ઈશ્વર પર પ્રેમ રાખું છું" પણ પોતાના ભાઈ કે બહેનને ધિક્કારતો હોય તો તે જૂઠો છે, કેમકે જે કોઇ પોતાના ભાઈ કે બહેન કે જેમને જોયા છે તેના પર તે પ્રેમ ન રાખતો હોય તો ઈશ્વર જેમને તેણે કદી જોયા નથી તેમના પર તે કેવી રીતે પ્રેમ રાખી શકે? 21 વળી તેમણે આપણને આજ્ઞા આપી છે: જે કોઈ ઈશ્વરને પ્રેમ કરતો હોય, તેણે પોતાના ભાઈ અને બહેન પર પ્રેમ રાખવો જોઈએ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    11 વહાલાઓ, જો ઈશ્વરે આપણા પર એવો પ્રેમ કર્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. 12 કોઈએ ઈશ્વરને કદી જોયા નથી; જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે.

    20 જો કોઈ કહે કે, હું ઈશ્વર પર પ્રેમ રાખું છું, પણ પોતાના ભાઈ પર દ્વેષ કરે છે, તો તે જૂઠો છે, કેમ કે પોતાના ભાઈને તેણે જોયો છે, છતાંય તેના પર જો તે પ્રેમ કરતો નથી, તો ઈશ્વરને જેને તેણે કદી જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી. 21 જે ઈશ્વર પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.