Pular para o conteúdo
Publicidade

1 પિતર 3:1-6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

1 પત્નીઓ, એ જ રીતે તમે તમારાં પતિઓને આધીન રહો, કે જેથી જો કોઈ વચન માનતા ન હોય, તો તે પોતાની પત્નીના આચરણથી વચન વગર પણ જીતી શકાય. 2 જયારે તેઓ તમારાંં જીવનની શુધ્ધતા અને આદર જુએ છે. 3 તમારી સુંદરતા બાહ્ય શણગારની ન હોય, જેમ કે, ગૂંથેલી વેણીનો અને સોનાનાં ઘરેણાં, કે કિમતી વસ્ત્રો પહેરવાનો એવો ન હોય. 4 તેના બદલે, આત્માનું અનંતકાળિક સૌદર્ય હોવું જોઈએ, જે નમ્ર શાંત આત્માનું સૌદયઁ છે, જે ઈશ્વરની દ્રષ્ટિમાં અતિમૂલ્યવાન છે. 5 કેમકે પ્રાચીન સમયમાં જે સ્ત્રીઓ ઈશ્વર પર આશા રાખતી હતી, તેઓ પોતાના પતિને આધીન રહીને તેઓ પોતાને શણગારતી હતી. 6 જેમ સારાં અબ્રાહમને સ્વામી કહીને આધીન રહેતી હતી. જો તમે સારું કરો છો અને ગભરાતી નથી તો તમે તેની દીકરીઓ છો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી, 2 એટલે તમારાં ઈશ્વર પ્રત્યે મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય.

    3 તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય; 4 પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે નમ્ર તથા શાંત આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય.

    5 કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાનાં પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. 6 જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને ભયભીત ન બનો, તો તમે તેની દીકરીઓ છો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.