Pular para o conteúdo
Publicidade

કલોસ્સી 1:12-17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

12 અને પિતાનો આભાર માનો, કે જેણે આપણને પ્રકાશનાં રાજ્યના પોતાના પવિત્ર લોકોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યાં છે. 13 કારણ કે તેમણે આપણને અંધકારના રાજ્યમાંથી છોડાવીને તેમના પ્રિય પુત્રનાં રાજ્યમાં લાવ્યાં છે. 14 તેમનામાં આપણને ઉધ્ધાર, એટલે પાપોની માફી છે.

ઇશ્વરના પુત્રોની સવોઁપરીતા

15 દીકરો તો અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા છે, સવઁ સૃષ્ટિનો પ્રથમજનિત. 16 તેમનામાં સઘળું ઉત્પન્ન થયું: આકાશમાં અને પૃથ્વી પર જે કાંઈ છે: દ્રશ્ય તથા અદ્રશ્ય, રાજ્યાસનો કે રાજ્યો, શાસકો અને સત્તાધીશો સવઁ તેમના દ્રારા તથા તેમને માટે ઉત્પન્ન થયા. 17 તે સવઁ વસ્તુઓ કરતા અગાઉથી છે, અને તેમનામાં સઘળું વ્યવસ્થિત એક સાથે ટકી રહે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 ઈશ્વરપિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યા છે, તેમની આભારસ્તુતિ કરો.

    13 તેમણે અંધકારનાં અધિકારમાંથી આપણને છોડાવ્યાં તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. 14 તેમનાં રક્તદ્વારા આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે.

    15 તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે; 16 કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં; 17 તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Colossenses
Ver todos os capítulos de Colossenses