Pular para o conteúdo
Publicidade

કલોસ્સી 3:12-21

12 એ માટે પવિત્ર અને વહાલાઓ ઇશ્વરના પસંદ કરેલાં લોકોને ઘટે તેમ કરુણા, દયાળુ, નમ્રતા, મમતા, વિનય, તથા ધીરજ પહેરો. 13 એકબીજાનું સહન કરો અને જો કોઇને કોઇની સાથે તકરાર હોય તો તેને માફ કરો, જેમ પ્રભુએ તમને માફી આપી તેમ તમે પણ બીજાઓને માફી આપો. 14 અને આ બધા ઉપરાંત પ્રેમ પહેરો, જે સંપૂણઁતા એકતામાં બાંધે છે.

15 અને મસીહની શાંતિ કે જે પામવાં સારું તમને એક શરીરનાં અવયવો તરીકે તેડાયેલા છો, તે તમારા હ્રદયોમાં રાજ કરે. અને સર્વદા આભારસ્તુતિ કરો. 16 મસીહનો સંદેશ તમારામાં સવઁ જ્ઞાનમાં ભરપૂર રીતે તમારામાં રહે, ગીતશાસ્ત્રો, સ્તોત્રો અને આત્મિક ગાયનો દ્વારા એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપા સહીત તમારા હ્રદયોમાં ઈશ્વરની આગળ ગાઓ. 17 અને તમે જે કાંઇ કરો છો, તે ભલે શબ્દથી હોય કે કાયઁથી હોય તે બધું પ્રભુ ઈસુના નામે કરો, અને તેમના દ્રારા ઈશ્વર પિતાનો આભાર માનો.

મસીહ પરીવારો માટે સુચનાઓ

18 પત્નીઓ, જેમ પ્રભુમાં જેમ યોગ્ય છે તેમ તમારાં પતિઓને આધીન રહો,

19 પતિઓ, તમારી પત્નીઓ પ્રત્યે પ્રેમ કરો અને તેમની સાથે કઠોર ન બનો.

20 બાળકો, દરેક બાબતમાં તમારાંં માબાપની વાત માનો, કેમકે એનાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

21 પિતાઓ, તમે તમારાંં બાળકોને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Colossenses
Ver todos os capítulos de Colossenses