17 અને તમે જે કાંઇ કરો છો, તે ભલે શબ્દથી હોય કે કાયઁથી હોય તે બધું પ્રભુ ઈસુના નામે કરો, અને તેમના દ્રારા ઈશ્વર પિતાનો આભાર માનો.
મસીહ પરીવારો માટે સુચનાઓ
18 પત્નીઓ, જેમ પ્રભુમાં જેમ યોગ્ય છે તેમ તમારાં પતિઓને આધીન રહો,
19 પતિઓ, તમારી પત્નીઓ પ્રત્યે પ્રેમ કરો અને તેમની સાથે કઠોર ન બનો.
20 બાળકો, દરેક બાબતમાં તમારાંં માબાપની વાત માનો, કેમકે એનાથી પ્રભુ પ્રસન્ન થાય છે.
21 પિતાઓ, તમે તમારાંં બાળકોને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.
22 ચાકરો, દરેક બાબતમાં તમારાં પૃથ્વી પર તમારા માલિકોની દેખરેખ હોય ત્યાં સુધી નહિ, અને તેમની કૃપા મેળવવા માટે જ નહિ, પણ હ્રદયની શુધ્ધતાથી અને પ્રભુ પ્રત્યેના આદરથી તેઓનું પાલન કરો. 23 માણસો માટે નહિ પણ તમે જે કાંઇ કરો છો તે પૂરા હ્રદયથી કરો જાણે પ્રભુની ખાતર કરતા હોય તેમ, 24 કેમકે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે, અને તમે પ્રભુ મસીહની સેવા કરો છો, 25 જે કોઇ ખોટું કરે છે તેને તેના ખોટા કાયોઁનો બદલો મળશે, અને ત્યાં કોઇ પક્ષપાત નથી.