આભારસ્તુતિ અને પ્રાર્થના
3 દરેક સમયે હું તમને યાદ કરીને હું ઇશ્વરનો આભાર માનું છું. 4 તમારા બધા માટે મારી બધી પ્રાથઁનાઓમાં, હું હંમેશા આનંદથી પ્રાર્થના કરું છું. 5 કેમકે પહેલાં દિવસથી આજ સુધી સુસમાચારના તમારા સહકારને લીધે મસીહ વિશેનાં સુસમાચાર તમે સાંભળ્યાં ત્યારથી આજ સુધી તેના પ્રચારમાં તમે મને અજાયબ જેવી સહાય કરી છે, 6 મને ખાતરી છે કે જેણે તમારાંમાં જે શુભ કાર્યની શરૂઆત કરેલી છે તેને પ્રભુ મસીહ ઈસુના દિવસ સુધી પૂર્ણ કરતા રહેશે.