Pular para o conteúdo
Publicidade

1 પિતર 1:3-9

જીવંત આશા માટે ઈશ્વરની સ્તુતિ થાઓ

3 આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા અને ઈશ્વરની સ્તુતિ થાઓ! તેમની અપાર દયાથી ઈસુ મસીહના મૃત્યુમાંથી પુનરુત્થાન દ્રારા આપણને જીવંત આશામાં નવો જન્મ આપ્યો છે, 4 અને એવો વારસો કે જે કયારેય નાશ પામશે નહિ, બગડશે કે ઝાંખો પડશે નહિ, આ વારસો તમારે માટે સ્વગઁમાં રાખવામાં આવ્યો છે, 5 જે છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તારણના આગમન સુધી વિશ્વાસ દ્રારા ઇશ્વરના સામથ્યઁથી સંભાળી રાખવામાં આવેલા છે. 6 એમાં તમે આનંદ કરો છો, જો કે થોડા સમય માટે તમને દરેક પ્રકારની કસોટીઓમાં દુઃખ સહન કરવું પડ્યું હોય. 7 આ એટલા માટે આવ્યા છે કે તમારા વિશ્વાસની સાબિતી સત્યતા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં પણ વધું મૂલ્યવાન છે, તે ઈસુ મસીહના પ્રગટ થવાનાં સમયે મહિમા, પ્રસંશા અને સન્માનમાં પરિણમી શકે. 8 તમે તેમને જોયા નથી, છતાં તમે તેમના પર પ્રેમ રાખો છો, હાલ પણ તમે તેમને જોતાં નથી, છતાં તેમના પર વિશ્વાસ રાખો છો અને અવર્ણનીય અને મહિમાવંત આનંદથી ભરપૂર થાઓ છો, 9 કારણ કે તમે તમારા વિશ્વાસનું પરિણામ, એટલે તમારા આત્માનું તારણ પામો છો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.