Pular para o conteúdo
Publicidade

1 પિતર 5:2,3,5,7,10

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 ઈશ્વરનું જે ટોળું તમારી પાસે છે તેનું પાલન પોષણ કરો, ફરજ પડયાંથી નહિ પણ ઈશ્વર ઇચ્છે છે તેમ સમજી ખુશીથી કરો; અપ્રમાણીત નફાને માટે નહિ, પણ સેવા કરવા માટે ઉત્સાહી બનો; 3 તમને સોંપેલા લોકો પર ધણીપણું ન કરો, પણ તમે ટોળાને નમૂનારૂપ થાવ.

5 એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. તમે એકબીજા પ્રત્યે નમ્રતા પહેરી લો; કેમકે

"ઈશ્વર ગવિઁષ્ઠોની વિરુધ્ધ છે,

પણ નમ્રજનો પર કૃપા રાખે છે"

7 તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમકે તે તમારી સંભાળ લે છે.

10 અને સવઁ કૃપાના ઈશ્વર, જેમણે તમને મસીહમાં પોતાના સવઁકાળના મહિમામાં બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી ફરીથી તમને સ્થાપીત કરશે અને તમને બળવાન દ્રઢ અને સ્થિર બનાવશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો. 3 વળી તમારી જવાબદારીવાળાં સમુદાય પર માલિક તરીકે નહિ, પણ તેમને આદર્શરૂપ થાઓ,

    5 એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ; અને તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો, કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસોને કૃપા આપે છે. 7 તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.

    10 સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.