Pular para o conteúdo
Publicidade

1 પિતર 5

વડીલોને અને ટોળાને

1 તમારામાંના વડીલોને, હું સાથી વડીલ તરીકે અને મસીહના દુઃખોના સાક્ષી કે જેવો પ્રગટ થનારા મહિમાના ભાગીદાર થશે: 2 ઈશ્વરનું જે ટોળું તમારી પાસે છે તેનું પાલન પોષણ કરો, ફરજ પડયાંથી નહિ પણ ઈશ્વર ઇચ્છે છે તેમ સમજી ખુશીથી કરો; અપ્રમાણીત નફાને માટે નહિ, પણ સેવા કરવા માટે ઉત્સાહી બનો; 3 તમને સોંપેલા લોકો પર ધણીપણું ન કરો, પણ તમે ટોળાને નમૂનારૂપ થાવ. 4 જયારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે, ત્યારે મહિમાનો કદી કરમાય ન જનાર મુગટ તમને મળશે.

5 એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. તમે એકબીજા પ્રત્યે નમ્રતા પહેરી લો; કેમકે

"ઈશ્વર ગવિઁષ્ઠોની વિરુધ્ધ છે,

પણ નમ્રજનો પર કૃપા રાખે છે"

6 એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે પોતાને નમ્ર બનાવો, જેથી તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકશે. 7 તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમકે તે તમારી સંભાળ લે છે.

8 સાવધ રહો, અને જાગતાં રહો. તમારો શત્રુ શેતાન ગર્જના કરતા સિંહની જેમ તે જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. 9 તમે વિશ્વાસમાં દ્રઢ રહો અને તેની સામા થાવ કેમકે તમે જાણો છો કે પૃથ્વી પર વિશ્વાસીઓના પરીવારો પણ એવાં જ દુઃખોમાંથી પસાર થઈ રહ્યાં છે.

10 અને સવઁ કૃપાના ઈશ્વર, જેમણે તમને મસીહમાં પોતાના સવઁકાળના મહિમામાં બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી ફરીથી તમને સ્થાપીત કરશે અને તમને બળવાન દ્રઢ અને સ્થિર બનાવશે. 11 તેમને સદાસર્વકાળ સુધી સત્તા હો, આમીન.

અંતિમ શુભેચ્છાઓ

12 સિલ્વાનુસ જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની મદદથી મેં તમને ટુંકમાં લખ્યું છે, તમને ઉત્તેજન આપી અને સાક્ષી આપી છે કે, આ તો ઈશ્વરની ખરી કૃપા છે તેમાં સ્થિર ઉભા રહો.

13 બેબિલોનમાંની મંડળી જેને તમારી સાથે પસંદ કરવામાં આવી છે, તે તથા મારો દીકરો માર્ક તમને શુભેચ્છા પાઠવે છે.

14 પ્રેમનાં ચુંબનથી એકબીજાને સલામ કરજો.

તમે જેઓ મસીહમાં છો તે સર્વને શાંતિ થાઓ!

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.