મસીહમાં સજીવન કયાઁ
1 માટે તમે તો અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતા, 4 પણ ઈશ્વર, જેની દયા અપાર છે, તેમણે આપણા પર પ્રેમ કર્યો, 5 જયારે આપણે અપરાધોમાં મૂએલા હતા ત્યારે તેણે મસીહની સાથે આપણને સજીવન કયાઁ (કૃપાથી આપણું તારણ થયું છે.) 8 કેમકે તમે તેમની કૃપાથી મસીહ પરના વિશ્વાસ દ્રારા તમે તારણ પામ્યા છો, એ તમારાંથી નથી પણ એ તો ઈશ્વર તરફથી તમને મળેલું કૃપાદાન છે, 9 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે. 10 કેમકે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને મસીહ ઈસુમાં આપણને ઉત્પન્ન કર્યા છે, તે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.