Pular para o conteúdo
Publicidade

એફેસી 3:16-19

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

16 હું પ્રાથઁના કરું છું કે તે પોતાના મહિમાની અખૂટ સમૃધ્ધિમાંથી તમને પોતાના પવિત્ર આત્મા વડે આંતરિક સામર્થ્ય પમાડે, 17 વિશ્વાસથી તમારા હ્વદયોમાં મસીહ વસે; જેથી, તમારાં મૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને, 18 વળી ઈશ્વરના સર્વ લોકોની સાથે તમે પણ સામઁથ્ય પામો ને મસીહના પ્રેમની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈ કેટલી છે તે સમજી શકો, 19 જો કે એ પ્રેમ એવો મહાન છે કે તમે તે સમજી શકવાનાં નથી, છતાં તમે ઈશ્વરની સવઁ સંપૂણઁતા પ્રમાણે સંપૂણઁ થાઓ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    16 તે પિતા ની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું, કે તે ઈશ્વર પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તેમના પવિત્ર આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.

    17 અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત વસે; જેથી તમારાં મૂળ પ્રેમમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને, 18 સર્વ સંતોની સાથે ખ્રિસ્તનાં પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે તમે સમજી શકો, 19 ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની મર્યાદાની બહાર છે તે પણ તમે સમજી શકો; કે તમે ઈશ્વરની પરિપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.