Pular para o conteúdo
Publicidade

એફેસી 3

વિદેશીઓ માટે ઈશ્વરની અદભુત યોજના

1 એ કારણથી, હું પાઉલ, તમો વિદેશીઓની ખાતર મસીહ ઈસુનો બંદીવાન.

2 ઈશ્વરની કૃપાના વહીવટ વિશે તમે ચોક્કસ સાંભળ્યું હશે, જે મને તમારે સારું આપવામાં આવી છે, 3 આ, પ્રકટીકરણથી તે વિષે તેણે મને જણાવ્યું, મેં અગાઉ ટુંકમાં લખ્યું હતું; 4 તે વાંચીને, પછી, તમે મસીહના મમઁ વિષેની મારી માહિતી જાણી શકશો, 5 પુરાતન સમયમાં ઈશ્વરે આ યોજના લોકોને પ્રગટ કરી ન હતી. પણ હાલમાં પવિત્ર આત્માની મારફતે ઈશ્વરે પ્રેષિતો અને પ્રબોધકોની સમક્ષ તેનું રહસ્ય પ્રગટ કર્યું છે. 6 આ રહસ્ય એ છે કે વિદેશીઓ, મસીહ ઈસુમાં સુસમાચાર દ્રારા, ઇસ્રાએલની સાથે વારસાના ભાગીદાર થયા, તેના શરીરનાં અવયવો, અને મસીહ ઈસુમાં વચનનાં ભાગીદાર છે.

7 ઇશ્વરનાં સામથ્યઁની કૃતીથી મને આપવામાં આવેલા ઇશ્વરનાં કૃપાદાન પ્રમાણે, હું આ સુસમાચારનો સેવક બન્યો છું. 8 વળી હું, સંતોમાં નાનામાં નાનો હોવા છતાં ઈશ્વરે મને આ કૃપા આપી છે: કે વિદેશીઓને મસીહની અખૂટ કૃપાની સંપતી પ્રગટ કરું. 9 અને સવઁના સરજનહાર ઇશ્વરમાં યુગોના યુગોથી ગૃપ્ત રહેલા મમઁનો વહીવટ શું છે તે હું સઘળાંને જણાવું, 10 જેથી જે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં સત્તાધીશો અને અધિકારીઓ ઈશ્વરના આ જ્ઞાન વિશે જાણે કે તેમણે તેઓને મંડળીમાં એક કરીને જોડયાં છે, 11 આપણા પ્રભુ મસીહ ઈસુમાં ઈશ્વરે કરેલી સનાતન યોજના પ્રમાણે આમ બન્યું. 12 તો મસીહ ઈસુ પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે. 13 તેથી હું તમને કહું છું કે મારી સતાવણીને લીધે, તમે હિંમત હારશો નહિ; તે સતાવણી તો અમારો મહિમા છે.

એફેસીઓ માટે પ્રાર્થના

14 એ કારણથી હું પિતાની આગળ ઘૂટણે પડું છું, 15 જેનાથી આકાશ તથા પૃથ્વી પરના બધા કુટુંબોને નામ આપવામાં આવે છે, 16 હું પ્રાથઁના કરું છું કે તે પોતાના મહિમાની અખૂટ સમૃધ્ધિમાંથી તમને પોતાના પવિત્ર આત્મા વડે આંતરિક સામર્થ્ય પમાડે, 17 વિશ્વાસથી તમારા હ્વદયોમાં મસીહ વસે; જેથી, તમારાં મૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને, 18 વળી ઈશ્વરના સર્વ લોકોની સાથે તમે પણ સામઁથ્ય પામો ને મસીહના પ્રેમની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈ કેટલી છે તે સમજી શકો, 19 જો કે એ પ્રેમ એવો મહાન છે કે તમે તે સમજી શકવાનાં નથી, છતાં તમે ઈશ્વરની સવઁ સંપૂણઁતા પ્રમાણે સંપૂણઁ થાઓ.

20 હવે જે આપણામાં કાયઁ કરનાર સામથ્યઁ પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતાં, આપણે સારું અધિક કરી શકે છે, 21 તેને મસીહ ઈસુમાં તથા મંડળીમાં સવઁકાળ સુધી પેઢી દર પેઢી મહિમા હો, આમીન.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.