15 એના બદલે, પ્રેમથી સત્ય બોલીને, આપણે દરેક રીતે મસીહ જે શિર છે, તેનું પરિપકવ શરીર બનીને વૃધ્ધિ પામીએ.
22 તો તમારા પહેલાના જીવન વિશે તમને શીખવવામાં આવ્યું છે કે, તમારો જૂનો સ્વભાવ જે તેની લાલસાથી ભ્રષ્ટ થઈ રહ્યો છે તેને દૂર કરો; 23 અને તમારાંં મનનાં વલણોમાં નવા બનો; 24 અને નવું માણસપણું જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાયેલું છે, તે પહેરી લો.
25 એ માટે અરસપરસ જૂઠું બોલવાનું બંધ કરીને, દરેક પોતાના પાડોશીની સાથે સાચુ બોલો, કેમકે આપણે એકબીજાનાં અંગો છીએ. 26 "તમારા ગુસ્સામાં પાપ ન કરો." તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો,
29 તમારાં મુખમાંથી અપશબ્દો ન નીકળે પણ બીજાઓની જરૂરિયાત પ્રમાણે તેઓની ઉન્નતિને માટે ઉપયોગી વાત જ નીકળે, જેથી સાંભળનારાઓને લાભ થાય. 32 પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.