Pular para o conteúdo
Publicidade

એફેસી 4:25-29

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

25 એ માટે અરસપરસ જૂઠું બોલવાનું બંધ કરીને, દરેક પોતાના પાડોશીની સાથે સાચુ બોલો, કેમકે આપણે એકબીજાનાં અંગો છીએ. 26 "તમારા ગુસ્સામાં પાપ ન કરો." તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો, 27 અને શેતાનને પગપેસારો કરવા ન દો. 28 જો કોઈ ચોરી કરતો હોય તો હવેથી તે ચોરી ન કરે, પણ તેને બદલે પોતાને હાથે કંઈક ઉપયોગી કામ કરવું, જેથી જેઓને જરૂર છે તેઓને મદદ કરવા માટે તારી પાસે કંઈક હોય.

29 તમારાં મુખમાંથી અપશબ્દો ન નીકળે પણ બીજાઓની જરૂરિયાત પ્રમાણે તેઓની ઉન્નતિને માટે ઉપયોગી વાત જ નીકળે, જેથી સાંભળનારાઓને લાભ થાય.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    25 એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ. 26 ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો; 27 અને શેતાનને સ્થાન આપો નહિ.

    28 ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય. 29 તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.