Pular para o conteúdo
Publicidade

એફેસી 4:25-32

25 એ માટે અરસપરસ જૂઠું બોલવાનું બંધ કરીને, દરેક પોતાના પાડોશીની સાથે સાચુ બોલો, કેમકે આપણે એકબીજાનાં અંગો છીએ. 26 "તમારા ગુસ્સામાં પાપ ન કરો." તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો, 27 અને શેતાનને પગપેસારો કરવા ન દો. 28 જો કોઈ ચોરી કરતો હોય તો હવેથી તે ચોરી ન કરે, પણ તેને બદલે પોતાને હાથે કંઈક ઉપયોગી કામ કરવું, જેથી જેઓને જરૂર છે તેઓને મદદ કરવા માટે તારી પાસે કંઈક હોય.

29 તમારાં મુખમાંથી અપશબ્દો ન નીકળે પણ બીજાઓની જરૂરિયાત પ્રમાણે તેઓની ઉન્નતિને માટે ઉપયોગી વાત જ નીકળે, જેથી સાંભળનારાઓને લાભ થાય. 30 ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી ન કરો, જેમનાં દ્રારા તમને ઉધ્ધારના દિવસને માટે મુદ્રાકિંત કરવામાં આવ્યા છે. 31 દરેક પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, કચકચ, નિંદા અને દરેક પ્રકારની દુષ્ટતા દૂર કરો. 32 પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.