Pular para o conteúdo
Publicidade

એફેસી 5:28-33

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

28 તે જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીર પર, તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાને જ પ્રેમ કરે છે. 29 આખરે, કોઈ પોતાના શરીર પર દ્વેષ રાખતો નથી. પણ તેનું પાલન અને પોષણ કરીને તેની સંભાળ રાખે છે, જેમ મસીહ મંડળીને સારું કરે છે તેમ, 30 "કેમકે આપણે તેમનાં શરીરનાં અવયવો છીએ. 31 એ કારણને લીધે પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીની સાથે જોડાશે, અને તેઓ બંને એક દેહ થશે." 32 આ મોટો મમઁ છે, પણ હું મસીહ તથા મંડળી વિશે કહું છું. 33 તોપણ દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે. પત્નીએ પોતાના પતિનું માન રાખવું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    28 એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે; 29 કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ, 30 કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.

    31 એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે. 32 આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું. 33 તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.