Pular para o conteúdo
Publicidade

યાકોબ 3:2-6,8-10

2 આપણે બધા ઘણી રીતે ભૂલો કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂણઁ છે, અને તે પોતે પોતાના આખા શરીરને અંકુશમાં રાખવાને શકિતમાન છે.

3 જયારે આપણે ઘોડાઓને અંકુશમાં રાખવા માટે તેમના મોમાં લગામ ઘાલીએ છીએ, ત્યારે આપણે આખા પ્રાણીને ફેરવી શકીએ છીએ. 4 અને ઉદાહરણ તરીકે એક જહાંજ લો, જો કે તે મોટા હોય અને ભારે પવનથી ધકેલાય છે, તોપણ તેને એક નાનાં સુકાનથી સુકાનીની મરજી હોય તેમ ચલાવવામાં આવે છે. 5 એ જ પ્રમાણે જીભ પણ શરીરનો એક નાનો અવયવ છે, છતાં પણ તે મોટી બડાઈ મારે છે. અગ્નિના એક નાનું તણખલું કેવાં મોટા જંગલમાં આગ લગાડે છે તેનો વિચાર કરો. 6 જીભ પણ અગ્નિની છે, શરીરનાં અવયવોમાં દુષ્ટતાનું જગત છે. તે આખા શરીરને ભ્રષ્ટ કરે છે, તે આખા જીવનને આગ લગાડે છે, અને તે પોતે નરકની આગમાં ભસ્મીભૂત કરવામાં આવેલી છે.

8 પણ કોઈ માણસ જીભને વશ કરી શકતો નથી. તે એક અશાંત દુષ્ટતા છે, તે પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.

9 જીભથી આપણે આપણા પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને તે દ્રારા આપણે માણસોને શાપ પણ આપીએ છીએ. 10 સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે, મારા ભાઈઓ અને બહેનો, આવું તો ન જ થવું જોઈએ

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.