Pular para o conteúdo
Publicidade

યાકોબ 3:3-8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 જયારે આપણે ઘોડાઓને અંકુશમાં રાખવા માટે તેમના મોમાં લગામ ઘાલીએ છીએ, ત્યારે આપણે આખા પ્રાણીને ફેરવી શકીએ છીએ. 4 અને ઉદાહરણ તરીકે એક જહાંજ લો, જો કે તે મોટા હોય અને ભારે પવનથી ધકેલાય છે, તોપણ તેને એક નાનાં સુકાનથી સુકાનીની મરજી હોય તેમ ચલાવવામાં આવે છે. 5 એ જ પ્રમાણે જીભ પણ શરીરનો એક નાનો અવયવ છે, છતાં પણ તે મોટી બડાઈ મારે છે. અગ્નિના એક નાનું તણખલું કેવાં મોટા જંગલમાં આગ લગાડે છે તેનો વિચાર કરો. 6 જીભ પણ અગ્નિની છે, શરીરનાં અવયવોમાં દુષ્ટતાનું જગત છે. તે આખા શરીરને ભ્રષ્ટ કરે છે, તે આખા જીવનને આગ લગાડે છે, અને તે પોતે નરકની આગમાં ભસ્મીભૂત કરવામાં આવેલી છે.

7 દરેક પ્રકારનાં પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓ વશ થાય છે અને માણસોએ તેમને વશ કર્યા છે, 8 પણ કોઈ માણસ જીભને વશ કરી શકતો નથી. તે એક અશાંત દુષ્ટતા છે, તે પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 જુઓ, ઘોડા કાબુમાં રહે માટે આપણે તેઓના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ. 4 વહાણો પણ કેટલા બધાં મોટાં હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે.

    5 તેમ જીભ પણ એક નાનું અંગ છે છતાં તે મોટી મોટી બડાઈ કરે છે. જુઓ, અગ્નિનો તણખો કેટલા વિશાળ જંગલને સળગાવે છે! 6 જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે.

    7 કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ પાળી શકાય છે અને માણસોએ તેમને વશ કર્યાં છે; 8 પણ જીભને કોઈ માણસ કાબુમાં રાખી શકતો નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.