ઇશ્વરને આધીન થાવ
1 તમારાંમાં લડાઈ અને ઝગડા શાથી થાય છે? શું તમારાં દેહમાં સંઘર્ષ કરતી દુર્વાસનાઓને કારણે નહિ? 2 તમે ઇચ્છા રાખો છો પણ મળતું નથી, તેથી તમે હત્યા કરો છો. તમે લોભ કરો છો, પરંતુ તમને જે જોઈએ તે મેળવી શકતા નથી. તેથી તમે લડાઈ ઝઘડા કરો છો. તમને મળતું નથી કારણ કે તમે ઈશ્વર પાસે માંગતા નથી. 3 તમે માંગો છો છતાં તમને મળતું નથી, કારણ કે તમારો ઇરાદો ખોટો હોય છે, એટલે કે તમે મોજશોખ કરવા માટે માંગો છો.
4 ઓ તમે વ્યભિચારી લોકો! શું તમે નથી જાણતા કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે વેર છે? માટે જે કોઇ જગતનો મિત્ર થવા માંગે છે, તે ઇશ્વરનો વૈરી થાય છે. 6 પણ આપણને તેઓ વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્રમાં લખેલું છે કે:
"ઈશ્વર ગર્વિષ્ઠની વિરુદ્ધ છે
પણ તે નમ્ર પર કૃપા રાખે છે."
7 તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, શેતાનની સામાં થાઓ, એટલે તે તમારાંથી દૂર નાસી જશે. 8 ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો. 9 દુઃખી થાઓ, શોક કરો અને રડો. હાસ્યને બદલે શોક અને આનંદને બદલે ખેદ કરો. 10 પ્રભુની આગળ નમ્ર થાવ અને તે તમને ઉચ્ચ સ્થાને મૂકશે.