ભજનસેવા માટે સૂચનો
1 સૌ પ્રથમ, હું તમને વિનંતી કરું છું કે, સર્વ માણસોને માટે પ્રાર્થના, આજીજી અને આભારસ્તુતિ કરવામાં આવે, 2 રાજાઓને માટે અને બીજા સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરાં ભકિતભાવથી અને પવિત્રતામાં શાંત અને સ્વસ્થ જીવન ગુજારીએ. 3 કેમકે ઈશ્વર આપણા તારનારની નજરમાં તે સારું છે. 4 કેમકે સર્વ લોકો તારણ પામે અને આ સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે. 5 કેમકે એક જ ઈશ્વર છે અને ઈશ્વર અને માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ છે, એટલે મસીહ ઈસુ પોતે માણસ, 6 જેણે સઘળાં માણસોના ઉધ્ધારને માટે પોતાનું સ્વાપઁણ કયુઁ. યોગ્ય સમયે આ સાક્ષી આપવામાં આવી હતી.