2 હવે અધ્યક્ષ તો નિદોઁષ, પોતાની પત્નીને વિશ્વાસયોગ્ય, સંયમી, વિચારવંત, આદરણીય, પરોણાગત કરનાર, શીખવી શકે એવો હોવો જોઈએ. 3 તે દારૂ પીનાર નહિ, હિંસક નહિ, પણ સહનશીલ, ઝઘડાખોર નહિ પરંતુ નમ્ર, તે દ્રવ્યલોભી ન હોવો જોઈએ. 4 તે પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે ચલાવનાર તથા તેનાં બાળકોને આધીનતામાં રાખનાર, અને તે સંપૂણઁ આદરને યોગ્ય હોવો જોઈએ. 5 કેમકે જો કોઈ માણસ પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે ચલાવી શકતો નથી, તો તે આખી ઈશ્વરની મંડળીની કેવી રીતે સંભાળ રાખી શકે? 6 તે તાજેતરમાં જ બદલાણ પામેલો ન હોવો જોઈએ; નહિ તો તે ગર્વિષ્ઠ બની જશે અને આખરે શેતાનની જેમ જ શિક્ષા ભોગવશે. 7 અને બહારનાં લોકોમાં તેની સાક્ષી સારી હોવી જોઈએ, જેથી તે નિંદાપાત્ર થઈને શેતાનનાં ફાંદામાં ફસાય નહિ.
Publicidade
1 તિમોથી 3:2-7
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
2 તેથી અધ્યક્ષ તો ઠપકાપાત્ર નહિ, એક સ્ત્રીનો પતિ, સ્વસ્થ, આત્મસંયમી, આદરણીય, આગતા-સ્વાગતા કરનાર, શીખવી શકનાર; 3 દારૂનો વ્યસની નહિ, મારનાર નહિ; પણ સૌમ્ય, શાંતિપ્રિય; પૈસાપ્રેમી નહિ.
4 પણ પોતાના ઘરનું યોગ્ય સંચાલન કરનાર, જેનાં સંતાનો તેને માનપૂર્વક આધીન થતાં હોય, તેવો હોવો જોઈએ. 5 કેમ કે જો કોઈ પોતાના ઘરનું યોગ્ય રીતે સંચાલન કરી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળી વિશ્વાસી સમુદાય ની સંભાળ કેવી રીતે રાખશે?
6 બિનઅનુભવી નહિ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે. 7 વળી જરૂરી છે કે, બહારના માણસોમાં એની સાક્ષી સારી હોય, કે જેથી તે ઠપકાપાત્ર ન બને, તથા શેતાનના ફાંદામાં ન ફસાય.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.