Pular para o conteúdo
Publicidade

એફેસી 1:15-23

આભારવિધી અને પ્રાથઁના

15 આજ કારણથી, જયારથી મેં પ્રભુ ઈસુમાં તમારાં દ્રઢ વિશ્વાસ અને ઇશ્વરના બધા લોકો માટેનાં તમારા પ્રેમ વિશે સાંભળ્યું છે, 16 હું તમારે માટે આભાર માનવાનું ચૂકતો નથી, અને મારી પ્રાથઁનાઓમાં તમને યાદ કરું છું. 17 હું હંમેશા પ્રાર્થના કરું છું કે, આપણા પ્રભુ ઈસુ મસીહના મહિમાવંત પિતા ઈશ્વર, તમને જ્ઞાનને સારુ બુધ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા આપે, જેથી તમે તેમને વધું સારી રીતે જાણી શકો તથા સમજી શકો. 18 હું પ્રાથઁના કરું છું કે તમારાંં હૃદયોની આંખો પ્રકાશીત થાય, જેથી તમે જાણી શકો કે તેમણે તમને કંઈ આશા માટે બોલાવ્યા છે, એટલે કે તેમના પવિત્ર લોકોમાં તેમના મહિમાવાન વારસાની સંપતી જાણી શકીએ, 19 અને આપણા વિશ્વાસીઓ માટે તેમની અજોડ મહાન શક્તિએ બધા શાસન શક્તિ જેવી જ છે 20 જયારે તેમણે મસીહને મૂએલાંમાંથી સજીવન કર્યા, અને સ્વગીઁય સ્થાનોમાં પોતાને જમણે હાથે બેસાડયા, 21 સવઁ શાસન, અધિકાર, પરાક્રમ, પ્રભુત્વ અને ફકત વતઁમાન યુગમાં જ નહિ, પણ આવનાર યુગમાં પણ જે નામ લેવામાં આવે છે તે સવઁથી ઉપર છે. 22 અને ઈશ્વરે સઘળું તેમના પગ નીચે મૂક્યું, અને તેમને મંડળીના શિરપતિ બનાવ્યાં છે. 23 આ મંડળી, કે જે તેમનું શરીર છે, જે સર્વ વાતે સઘળાને ભરપૂર કરે છે તેનું ભરપૂરીપણું છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.