Pular para o conteúdo
Publicidade

એફેસી 6:10-17

ઇશ્વરનાં શસ્ત્રો

10 છેવટે, તમારાંમાં પ્રભુનું જે મહાન સામર્થ્ય રહેલું છે તેમાં મજબૂત થાઓ. 11 ઈશ્વરનાં તમામ શસ્ત્રો ધારણ કરો, જેથી શેતાનની સવઁ કુયુકિતઓ સામે ટકી શકો. 12 કેમકે આપણી લડાઈ લોહી અને માંસની સાથે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે. 13 તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો સજી લો, જેથી તમે ભૂંડે દહાડે સામા થઈ શકો, અને બને એટલું સવઁ કરીને તેની સામે ટકી શકો, 14 તમે સત્યથી તમારી કમર બાંધો, સાથે ન્યાયીપણાનું બખ્તર ધારણ કરો, 15 તથા શાંતિના સુસમાચારના તૈયારરૂપી ચંપલ પહેરીને, ઉભા રહો; 16 સવઁ ઉપરાંત, શેતાન તરફથી આવતાં સળગતાં તીરોનો સામનો કરવા માટે તમે વિશ્વાસરૂપી ઢાલ ધારણ કરો, 17 વળી તમે તારણનો ટોપ પહેરો અને વચનરૂપી આત્માની તરવાર ધારણ કરીને સજજ રહો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.