Pular para o conteúdo
Publicidade

એફેસી 6:13-18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

13 તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો સજી લો, જેથી તમે ભૂંડે દહાડે સામા થઈ શકો, અને બને એટલું સવઁ કરીને તેની સામે ટકી શકો, 14 તમે સત્યથી તમારી કમર બાંધો, સાથે ન્યાયીપણાનું બખ્તર ધારણ કરો, 15 તથા શાંતિના સુસમાચારના તૈયારરૂપી ચંપલ પહેરીને, ઉભા રહો; 16 સવઁ ઉપરાંત, શેતાન તરફથી આવતાં સળગતાં તીરોનો સામનો કરવા માટે તમે વિશ્વાસરૂપી ઢાલ ધારણ કરો, 17 વળી તમે તારણનો ટોપ પહેરો અને વચનરૂપી આત્માની તરવાર ધારણ કરીને સજજ રહો.

18 આત્મામાં સર્વ સમયે અને હરેક પ્રકારે પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અથેઁ સઘળાં સંતોને માટે સંપૂણઁ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 એ માટે તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો ધારણ કરો કે, તમે ખરાબ દિવસે સામનો કરી શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.

    14 તેથી સત્યથી તમારી કમર બાંધીને, ન્યાયીપણાનું બખતર ધારણ કરીને 15 તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી પગરખાં પહેરીને, ઊભા રહો. 16 સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા બાણ બુઝાવી શકો.

    17 અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો. 18 પવિત્ર આત્મામાં સર્વ પ્રકારે સતત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સર્વ સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.