15 પણ ઈશ્વરે મારા જન્મનાં દિવસથી જ જુદો કર્યો હતો, તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો તેને જ્યારે તે પસંદ પડયું. 16 કે મારાંમાં તે તેમના દીકરાને પ્રગટ કરે, જેથી હું તેમના સુસમાચાર વિદેશીઓમાં પ્રગટ કરું; ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર, 17 મારી અગાઉના પ્રેષિતોને મળવા માટે હું યરુશાલેમ પણ ન ગયો. હું તો અરબસ્તાનમાં ચાલ્યો ગયો અને પછી દમાસ્કસ શહેરમાં પાછો આવ્યો.
18 ત્રણ વર્ષ પછી, કેફાને મળવા માટે હું યરુશાલેમ ગયો અને પંદર દિવસ સુધી તેની સાથે રહ્યો.