16 હું તમને કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના પ્રમાણે વર્તશો નહિ. 17 કેમકે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુધ્ધ ઇચ્છા કરે છે, તેઓ પરસ્પર વિરુધ્ધ છે; અને તેથી જે તમે ચાહો છો તે તમે કરતા નથી.
22 પણ આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા અને સંયમ; એવાની વિરુધ્ધ કોઈ નિયમ નથી. 24 જેઓ મસીહ ઈસુના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુધ્ધાં ક્રૂસ પર જડી દીધા છે. 25 જો આપણે આત્માથી જીવીએ છીએ, તો આત્માથી ચાલવું પણ જોઈએ.