Pular para o conteúdo
Publicidade

ગલાતી 5:16-25

16 હું તમને કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના પ્રમાણે વર્તશો નહિ. 17 કેમકે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુધ્ધ ઇચ્છા કરે છે, તેઓ પરસ્પર વિરુધ્ધ છે; અને તેથી જે તમે ચાહો છો તે તમે કરતા નથી. 18 પણ જો તમે આત્માથી દોરાઓ છો ત્યારે તમે નિયમોને આધીન નથી.

19 દેહના કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, 20 મૂર્તિપૂજા અને મેલી વિદ્યા, વેરભાવ, ઝગડા, અદેખાઈ, ગુસ્સો, પોતાનું જ હિત સાધવાં માટેનાં પ્રયત્નો, કુસંપ, પક્ષાપક્ષી; 21 જેમ મેં પહેલાં ચેતવ્યા તેમ જેઓ ઈર્ષાળું, દારૂડિયાપણું, ભોગવિલાસ અને બીજી એવી બાબતોમાં જીવે છે તેઓ ઈશ્વરના રાજ્યનો સહભાગી બનશે નહિ.

22 પણ આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા અને સંયમ; એવાની વિરુધ્ધ કોઈ નિયમ નથી. 24 જેઓ મસીહ ઈસુના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુધ્ધાં ક્રૂસ પર જડી દીધા છે. 25 જો આપણે આત્માથી જીવીએ છીએ, તો આત્માથી ચાલવું પણ જોઈએ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.