સવઁનું ભલું કરવું
1 ભાઈઓ અને બહેનો, જો કોઈ ભાઈ પાપ કરતાં પકડાય તો, તમે જેઓ આત્મિક છો તેઓએ નમ્રતાથી તેને પાછો લાવવો, નહિ તો તમે પણ પરિક્ષણમાં પડશો. 2 એકબીજાનો ભાર ઊંચકો, અને એમ મસીહનો નિયમ સંપૂણઁ પાળશો. 3 જો કોઈ પોતે કંઈ ન હોવા છતાં પોતે કંઈક છે એવું માનનાર પોતાની જાતને છેતરે છે. 4 દરેકે પોતાનાં કામ તપાસી જોવાં. બીજા કોઈ સાથે પોતાની સરખામણી કયાઁ વિના, તો પોતાના વિષે અભિમાન કરવાનું કારણ મળશે. 5 કેમકે પ્રત્યેક વ્યકિતએ પોતાનો બોજો ઊંચકવાનો છે.