Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 1:3-10

ધીરજ તથા શાંતિના ઈશ્વવર

3 આપણા ઈશ્વર કેવાં મહાન છે! તે આપણા પ્રભુ ઈસુ મસીહના પિતાની સ્તુતી થાવ, જે કરુણાનો પિતા તથા સવઁ દિલાસાનો ઈશ્વર. 4 જે આપણને સવઁ સંકટમાં દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે તેઓ ગમે તેવી વિપતીમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શકિતમાન થઈએ. 5 કેમકે કે જેમ આપણે મસીહને માટે વધુ સહન કરીશું, તેમજ મસીહને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે. 6 પણ જો અમને વિપતિ પડે છે, તો તે તમારા દિલાસા અને તારણને સારું છે કે, જેથી કરીને જે દુઃખો અમે પણ સહન કરીએ છીએ તે જ દુઃખો ધીરજથી સહન કરવાની શકિત તમારામાં ઉત્પન્ન થાય; 7 અને તમારા માટે અમારી આશા મજબુત છે; કેમકે જેમ તમે દુઃખોમાં ભાગિયા, તેમ દિલાસામાં પણ ભાગિયા છો એ અમને માલૂમ છે,

8 ભાઈઓ અને બહેનો, જે વિપતિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી તે વિપતી અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમને અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી; 9 ખરેખર, અમને લાગ્યું કે જાણે અમે મરણની શિક્ષા થઈ હોય. પણ આ એટલા માટે બન્યું કે અમે પોતા પર નહી પણ ઈશ્વર પર ભરોસો રાખીએ, કે જે મૂએલાને જીવતાં કરે છે. 10 તેણે આવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે; વડી નિત્ય તે અમારો બચાવ કરશે, તેના પર અમે આશા રાખી છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.