Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 11:24-27

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

24 પાંચ વખત યહૂદીઓએ ઓગણ ઓગણ ચાળીસ ફટકાનો માર માર્યો. 25 ત્રણ વાર મેં લાઠીઓનો માર ખાધો, એક વાર મારા પર પથ્થરમારો થયો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક વાર આખી રાત અને આખો દિવસ હું દરિયામાં પડી રહ્યો. 26 મેં લાંબી મુસાફરીઓ કરી છે. નદીઓના ભયમાં, લૂંટારુંઓના ભયમાં, મારા પોતાના યહૂદી લોકોનાં ભયમાં, અને વિદેશીઓનાં ભયમાં, વળી શહેરોનાં અને દેશોનાં ભયમાં તથા સમુદ્રના ભયમાં; અને ખોટા વિશ્વાસીઓના ભયમાં રહ્યો છું. 27 મેં થાક, દુઃખ, ઉજાગરા સહન કર્યા છે, ઘણીવાર મને ભૂખ અને તરસનો અનુભવ થયો છે. અને ઘણીવાર ખાધા વગર રહ્યો છું, ઠંડી તથા નગ્નતાનો અનુભવ કયોઁ છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    24 પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા, 25 ત્રણ વાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો. 26 ઘણી સફરો કરી, નદીઓનાં સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, વિદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યાં.

    27 શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.