Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 12:1-10

પાઉલનું દશઁન અને તેનો કાંટો

1 અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું પ્રભુ તરફથી મને જે સંદર્શન અને પ્રકટીકરણ થયું તે વિશે કહીશ. 2 મસીહમાં એક માણસને હું ઓળખું છું જે ચૌદ વર્ષથી ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. તે શરીરમાં હતો કે શરીર બહાર, તે હું જાણતો નથી, ઈશ્વર તે જાણે છે. 3 અને હું એવા માણસને જાણું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર તને મને ખબર નથી પણ ઈશ્વર જાણે છે. 4 તેને પારાદૈસમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં તેણે એવી અદભુત વાતો સાંભળી જેનું વર્ણન માનવી ભાષામાં થઈ શકે નહિ. 5 એવા માણસને લીધે હું અભિમાન કરીશ, પણ હું મારે પોતાના વિશે અભિમાન નહિ કરું કેવળ મારી નિર્બળતા વિશે જ અભિમાન કરીશ. 6 જો હું અભિમાન કરવાનું પસંદ કરું, તો હું મૂખઁ નહિ બનુ, કારણ કે હું સત્ય બોલીશ. પણ હું ટાળું છું, જેથી કોઈ મારું સાંભળે અને મારા કાયોઁ કરતાં મને કોઈ રીતે મોટો ન ધારે. 7 અથવા આ અદભુત મહાન પ્રકટીકરણને લીધે હું અભિમાન ન કરું, તે માટે, મને શિક્ષા આપવાં માટે શેતાનનાં દૂતે મને શરીરમાં પીડા આપવામાં કાંટારૂપી વેદના મૂકી જેથી હું અભિમાન ન કરું. 8 મારામાંથી દૂર કરવામાં આવે માટે મેં ત્રણ વાર પ્રભુને વિનંતી કરી. 9 પણ તેમણે મને કહ્યું: "તારે માટે મારી કૃપા પૂરતી છે. મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂણઁ થાય છે." તેથી મસીહનું પરાક્રમ મારાંં પર આવી રહે, એ માટે હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરું. 10 એ માટે, મસીહની ખાતર, વેદનામાં, અપમાનોમાં, કષ્ટોમાં, સતાવણીઓ અને મુશ્કેલીઓ વેઠવામાં હું આનંદ માનું છું, કેમકે જયારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.