14 પણ ઈશ્વરની સ્તુતિ થાઓ! જે સદા અમને મસીહની વિજય કૂચમાં દોરી જાય છે, અને અમારી મારફતે પોતાનામાં જ્ઞાનનો સુવાસ દરેક જગ્યાએ ફેલાવવાં માટે તે અમારો ઉપયોગ કરે છે. 15 કેમકે અમે તારણ પામનારાઓમાં અને નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ મસીહનાં સુવાસરૂપ છે; 16 મૃત્યું લાવનારને માટે અમે સુગંધરૂપ છીએ; બિજા માટે, જીવન લાવનારને સુગંધરૂપ છીએ, અને એ કાયઁને સારું કોણ યોગ્ય છે? 17 કેમકે ઘણાંની પેઠે અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતાં નથી, પણ શુઘ્ઘ અંતઃકરણથી તથા ઇશ્વરના તથા ઇશ્ચરની સમક્ષ બોલતા હોઈએ તેમ અમે મસીહમાં બોલીએ છીએ.
Publicidade
2 કરિંથીઓને 2:14-17
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
14 પણ ઈશ્વર જે ખ્રિસ્તમાં સદા અમને વિજયકૂચમાં દોરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે, તેમની આભારસ્તુતિ થાઓ. 15 કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ.
16 મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે? 17 કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી પણ સત્યતાથી તથા ઈશ્વરની સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.