4 આ જગતના અધિપતિ શેતાને તેઓનાં મન આંધળા કર્યા છે, એ માટે કે મસીહ જેને અમે પ્રગટ કરીએ છીએ, તેના સુસમાચારનો મહિમાવંત પ્રકાશ તેઓ જોઈ શકે નહિ. 5 કેમકે અમે જે પ્રગટ કરીએ છીએ તે અમે પોતાને પ્રગટ કરતા નથી પણ ઈસુ મસીહ પ્રભુ છે અને તેને લીધે અમે તમારાં સેવકો છીએ એમ કરીએ છીએ. 6 કેમકે, ઈશ્વરે કહ્યું કે, "અંધકારમાંથી પ્રકાશ થાઓ," તેમણે આપણા હ્રદયમાં પ્રકાશ પાડયો છે કે, જેથી તે ઈસુ મસીહના મોં પર ઇશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.
Publicidade
2 કરિંથીઓને 4:4-6
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
4 જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય.
5 અમે ઉપદેશમાં પોતાને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું જાહેર કરીએ છીએ. 6 કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.