Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 4:8-11

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

8 ચારેબાજુ ઘેરાયેલા હોવા છતાં પણ, અમે દબાઈ ગયા નથી; મૂંઝાયેલા હોવા છતાં અમે નિરાશ થયેલાં નથી; 9 સતાવણી પામ્યા છતાં, તજાયેલા નથી; નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી; 10 ઈસુનું મરણ અમે અમારા શરીરોમાં સદા ઊંચકીને ફરીએ છીએ, તેથી મસીહનું જીવન અમારામાં પ્રગટ થાય છે. 11 કેમકે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મત્યઁ શરીરમાં પ્રગટ કરવામાં આવે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    8 સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી; 9 સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી; 10 ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય.

    11 કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.