Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 5:1-10

સ્વર્ગીય શરીરની ઝંખના

1 કેમકે અમે જાણીએ છીએ કે જો આ પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નાશ પામે, તો આકાશમાં ઈશ્વર તરફથી જે ઘર છે જે હાથે બાંધેલું નથી, એવુ અમારું સનાતન ઘર છે. 2 તે માટે, અમે નિસાસા નાખીએ છીએ અને સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીએ છીએ. 3 કેમકે જ્યારે અમે વેષ્ટિત થઈએ તો અમે નગ્ન ન દેખાઈએ. 4 જ્યારે આપણે આ માંડવામાં છીએ ત્યારે આપણે નિસાસા નાખતા બોજાને લીધે દબાઈ જઈએ છીએ, કારણ કે મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ એમ તો નહિ, પણ વેષ્ટિત થવા ચાહીએ છીએ. 5 હવે જેણે અમને આ જ હેતુ માટે તૈયાર કર્યા તે ઈશ્વર છે કે જેમણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે, જે આવનાર સમયની ખાતરી આપે છે.

6 માટે અમે હંમેશા હિંમત રાખીએ છીએ અને એવું જાણીએ છીએ કે જ્યાં સુધી આપણે શરીરમાં છીએ ત્યાં સુધી અમે પ્રભુથી દૂર છીએ. 7 કેમકે આપણે વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી નહિ. 8 હું કહું છું, કે અમને ખાતરી છે, અને અમે શરીરથી દૂર રહીને પ્રભુ સાથે રહેવાનું પસંદ કરીશું. 9 એ માટે અમે શરીરરૂપી ઘરમાં હોઈએ કે તેનાથી દૂર, પણ તેમને પ્રસન્ન કરવાનો ધ્યેય રાખીએ છીએ. 10 કેમકે દરેકે શરીરમાં રહીને જે ભલાં કે ભૂંડાં કામ કર્યા હશે તે પ્રમાણે બદલો પામવાને આપણા સવઁને મસીહનાં ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.