Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 5:18-20

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

18 આ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે મસીહ દ્રારા આપણું સમાધાન કરાવ્યું અને સમાધાન કરવાની સેવા અમને સોંપી. 19 ઈશ્વર મસીહમાં પોતાની સાથે દુનિયા સાથે પોતાનું સમાધાન કરાવીને લોકોના પાપો તેમનાં લેખે ગણતાં નથી. અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપ્યો છે. 20 એ માટે અમે મસીહનાં એલચી છીએ. જાણે કે ઈશ્વર અમારા દ્રારા વિનંતી કરતાં હોય. અમે મસીહ તરફથી તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 આ સર્વ ઈશ્વરથી છે, જેમણે ઈસુ ખ્રિસ્તની મારફતે પોતાની સાથે આપણું સમાધાન કરાવ્યું અને તે સમાધાન કરાવવાનું સેવાકાર્ય અમને આપ્યું છે; 19 એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે માનવજગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધો માટે તેઓને જવાબદાર ગણતા નથી, અને તેમણે અમને સમાધાનના સંદેશાની સેવા સોંપેલી છે.

    20 એ માટે અમે ખ્રિસ્તનાં પ્રતિનિધિ છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય, તેમ અમે ખ્રિસ્તને વાસ્તે તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વર સાથે સમાધાન કરો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.