Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 6:14-18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

મૂતિઁપૂજા અંગે ચેતવણી

14 અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ન રાખો. કેમકે ન્યાયીપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધારાની જોડે શું સંગત હોય? 15 મસીહ અને બલિયાલની સાથે શો મિલાપ હોય? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો મેળ હોય? 16 ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શી લેવાદેવા? કારણ આપણે તો જીવતાં ઈશ્વરનું મંદિર છીએ. જેમ ઈશ્વરે કહ્યું છે:

હું તેઓની સાથે રહીશ અને,

તેઓની વચ્ચે ચાલીશ,

અને હું તેઓનો ઈશ્વર થઈશ,

અને તેઓ મારા લોક થશે.

17 માટે,

"તેઓમાંથી નીકળી આવો

અને અલગ થાઓ,

અશુધ્ધ વસ્તુને અડકશો નહિ,

એટલે હું તમારો સ્વીકાર કરીશ,

એમ પ્રભુ કહે છે."

18 અને,

"હું તમારો પિતા બનીશ,

અને તમે મારા દીકરા અને દીકરીઓ બનશો,

એવું સર્વશકિતમાન પ્રભુ કહે છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાંને અંધકારની સાથે શી સંગત હોય? 15 અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય? 16 અને ઈશ્વરના સભાસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, ‘હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.’"

    17 માટે, ‘તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,’ એમ પ્રભુ કહે છે, ‘અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ, 18 અને તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરાદીકરીઓ થશો, એમ સર્વસમર્થ પ્રભુ કહે છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.