Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 8:1-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

પ્રભુના લોકો માટે ઉઘરાણું

1 અને હવે, ભાઈઓ અને બહેનો, ઈશ્વરે મકદોનિયાની મંડળીઓ પર કેટલી બધી કૃપા દર્શાવી છે એ વિશે અમે તમને જણાવીએ છીએ. 2 ઘણી મુશ્કેલીઓ અને ભારે કસોટી થયાં છતાં તેઓ પુષ્કળ આનંદથી ભરપૂર હતા, અતિશય ગરીબાઈ હોવા છતાં તેઓની ઉદારતારૂપી સમૃધ્ધિ વધી ગઈ. 3 કેમકે તેઓ જેટલું આપી શક્યા તેટલું આપ્યું, અને પોતાની શકિત ઉપરાંત આપ્યું. તેઓએ પોતાની સ્વેચ્છાપૂર્વક ખુશીથી આપ્યું. 4 તેઓએ પ્રભુના લોકોની સેવામાં ભાગીદાર થવા માટે અમને આગ્રહપૂવઁક વિનંતી કરી. 5 વળી તેઓએ અમારી અપેક્ષા કરતાં પણ વધું કયુઁ, તેઓએ પહેલાં પ્રભુને, અને પછી ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 ભાઈઓ, મકદોનિયાના વિશ્વાસી સમુદાયો પર ઈશ્વરની જે કૃપા થઈ તે અમે તમને જણાવીએ છીએ કે, 2 વિપત્તિની ભારે કસોટીમાં તેઓનો પુષ્કળ આનંદ તથા ભારે ગરીબાઈ ઉદારતારૂપી પુષ્કળ સમૃદ્ધિમાં બદલાઈ ગઈ.

    3 કેમ કે હું સાક્ષી પૂરું છું કે, તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, બલકે શક્તિ ઉપરાંત દાનો, પોતાની ખુશીથી આપ્યાં. 4 પોતાની આ ઉદારતા તથા સંતોની સેવા કરવામાં તેઓની ભાગીદારી સ્વીકારવાને તેઓએ અમને આગ્રહપૂર્વક વિનંતી કરી; 5 વળી જેમ અમે આશા રાખી હતી, તેમ નહિ; પણ તેઓએ પ્રથમ પ્રભુને અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પોતાને પણ અમને સ્વાધીન કર્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.