Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 8

પ્રભુના લોકો માટે ઉઘરાણું

1 અને હવે, ભાઈઓ અને બહેનો, ઈશ્વરે મકદોનિયાની મંડળીઓ પર કેટલી બધી કૃપા દર્શાવી છે એ વિશે અમે તમને જણાવીએ છીએ. 2 ઘણી મુશ્કેલીઓ અને ભારે કસોટી થયાં છતાં તેઓ પુષ્કળ આનંદથી ભરપૂર હતા, અતિશય ગરીબાઈ હોવા છતાં તેઓની ઉદારતારૂપી સમૃધ્ધિ વધી ગઈ. 3 કેમકે તેઓ જેટલું આપી શક્યા તેટલું આપ્યું, અને પોતાની શકિત ઉપરાંત આપ્યું. તેઓએ પોતાની સ્વેચ્છાપૂર્વક ખુશીથી આપ્યું. 4 તેઓએ પ્રભુના લોકોની સેવામાં ભાગીદાર થવા માટે અમને આગ્રહપૂવઁક વિનંતી કરી. 5 વળી તેઓએ અમારી અપેક્ષા કરતાં પણ વધું કયુઁ, તેઓએ પહેલાં પ્રભુને, અને પછી ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. 6 તેથી અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે પહેલાં શરૂઆત કરી હતી તે જ પ્રમાણે તે તમારામાં આ કૃપા કાયઁનું સંપૂણઁ કરે. 7 પણ તમે તો બધી બાબતોમાં ઉત્તમ છો, એટલે કે વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, ભારે ઉત્સાહમાં, અને અમારા દ્રારા પ્રગટ થયેલા પ્રેમમાં તેમજ આપવાની ઉદારતાની કૃપામાં પણ.

8 હું તમને આજ્ઞા કરતો નથી, પણ બીજાઓનાં ઉત્સાહ સાથે સરખામણી કરીને તમારા પ્રેમનું પારખું કરવા માંગુ છું. 9 કેમકે તમે આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે માટે ગરીબ બન્યા, એ માટે કે તેમની ગરીબાઈથી તમે ધનવાન થાઓ.

10 અને આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું કે તમારે માટે શું યોગ્ય છે. ગયા વષેઁ તમે ફકત આપવામાં જ નહિ, પણ તેમ કરવા તમારી ઇચ્છા પણ હતી. 11 હવે એ કામ પૂરું કરો, જેથી તમારી ઉત્સુકતા અને તમારી અને તે પ્રમાણે કરવાની તમારી ઇચ્છા પૂરી થાય. 12 કેમકે જો ઈચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.

13 અમારી એવી ઇચ્છા નથી કે બીજા તમારા પર દબાણ કરે, અને તેઓને રાહત મળે, પણ સમાનતાને ધોરણે થાય, 14 હાલનાં સમયમાં તમારી પુષ્કળતા તેમની જરૂરિયાત પૂરી પાડશે, જેથી તેમની પુષ્કળતા તમારી જરૂરિયાત પૂરી પાડે. ધ્યેય તો સરખો છે. 15 જેમ લખેલું છે: જેણે વધારે ભેગું કર્યું હતું તેને વધી પડયું નહિ, અને જેણે થોડું ભેગું કર્યું તેને ખૂટી પડ્યું નહિ.

તિતસને ઉઘરાણાં માટે મોકલવામાં આવ્યો

16 મને તમારાં પ્રત્યે જેવી લાગણી છે તેવીજ લાગણી ઈશ્વરે તિતસના હૃદયમાં જન્માવી છે. તેથી હું ઈશ્વરનો આભાર માનું છું. 17 કેમકે તિતસે અમારી વિનંતી માની, એટલું જ નહિ, પણ તે ખુબ ઉત્સાહથી અને પોતાની ઇચ્છાથી તમારી પાસે આવ્યો છે. 18 તેની સાથે બીજા એક ભાઈને હું મોકલું છું જેની સુસમાચારની સેવા માટે બધી મંડળીઓમાં તેની કીઁતિ સારી છે. 19 એટલું જ નહિ, મંડળીઓ દ્રારા તેમને અમારી સાથે દાન લઇ જવા માટે પસંદ કરેલાં છે, આમાં પ્રભુને મહિમા મળે છે, અને એકબીજાને સહાયરૂપ થવા માટેની આપણી તત્પરતા પ્રદર્શિત થાય છે. 20 અમે આ ઉદાર ભેટનાં વહીવટને વિશે કોઈ પણ પ્રકારની ટિકા ટાળવા માંગીએ છીએ. 21 કેમકે અમે ફકત પ્રભુની નજરમાં જ નહિ, પણ માણસોની નજરમાં પણ જે સારૂં છે તે કરવા માંગીએ છીએ.

22 ઉપરાંત, તેઓની સાથે હું બીજા એક ભાઈને પણ મોકલું છું. જેણે ઘણીવાર ઘણી રીતે અમને ઉત્સાહી સાબિત કયાઁ છે, અને હવે તમારા પરના વધુ વિશ્વાસને કારણે તે વધું ઉત્સાહી છે. 23 જો કોઈ પૂછે કે, તિતસ કોણ છે તો કહેજો કે તે મારો સાથી ભાઈ અને સહકાર્યકર છે. બીજા બે ભાઈઓ કે જેઓ મંડળીનું પ્રતિનિધિત્વ અને મસીહનો મહિમા છે. 24 એ માટે આ માણસોને તમારા પ્રેમનો પુરાવો અને તમારા પરનું અમારું ગવઁ કરવાનું કારણ બતાવો, જેથી મંડળીઓ જોઈ શકે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.