Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 9

1 પ્રભુના લોકોની આ સેવા વિશે મારે તમને લખવાની કંઇ જરૂર નથી. 2 કેમકે તમારી મદદ કરવાની આતુરતા હું જાણું છું, હું મકદોનિયાના લોકોને તે વિશે ગવઁ થી કહું છું કે ગયા વરસથી તમે અખાયામાં દાન આપવાની તમારી એ આતુરતાથી બીજાઓને ઉત્તેજન મળ્યું છે. 3 ભાઈઓને હું તમારી પાસે મોકલું છું. તમારે વિશે મેં ગૌરવપૂર્વક જે વાત કરી છે તે સંબંધી હું ખોટો ન પડું, મેં કહ્યું તેમ તમે તૈયાર રહો. 4 મકદોનિયાના ભાઈઓમાંથી જો કોઈ મારી સાથે આવે અને મેં તેઓની આગળ કરેલાં વખાણ પ્રમાણે તૈયાર થયેલા ન જુએ, અમારે તમારા વિશે કંઇ કહેવાની જરૂર નથી, તો મારે નીચું જોવાનું થાય અને એ ખાતરીને લીધે તમારે પણ શરમિંદા થવું પડે. 5 તેથી ભાઈઓને મેં વિનંતી કરવી જરૂરી માની કે તેઓ અગાઉથી તમારી પાસે આવે અને તમે જે ઉદાર દાન આપેલાં વચન પ્રમાણે એકત્ર કરીને તૈયાર રાખે, જેથી તે ઉદાર દાન પરાણે આપેલું નહિ પણ, હ્રદયપૂર્વકની ભેટ હોય.

ઉદારતાને પ્રોત્સાહન

6 યાદ રાખો કે: જે કોઈ નજીવું વાવે છે તે નજીવું પામશે. અને જે ઉદારતથી વાવે છે તે ઉદારતાથી લણશે. 7 દરેકે અગાઉથી પોતાના હ્રદયમાં નક્કી કર્યા પ્રમાણે આપવું, અનિચ્છાએ નહિ કે ફરજથી નહિ, કારણ કે ઈશ્વર ખુશીથી આપનારને ચાહે છે. 8 ઈશ્વર તમને ભરપૂરપણે આશીઁવાદ આપવાં શકિતમાન છે. જેથી તમારી પાસે હંમેશ જરૂરી સર્વ હોય, ને તમે દરેક સારા કામમાં ભરપૂર થાઓ. 9 જેમ લખેલું છે તેમ:

"તેણે વેયુઁ છે, તેણે ગરીબોને આપ્યું છે;

તેનું ન્યાયપણું સવઁકાળ ટકે છે"

10 હવે જેને, વાવવા માટે બી અને ખોરાકને માટે રોટલી આપે છે, તે તમારા બીજનો સંગ્રહ પણ પૂરો પાડશે અને વધારશે તે તમારા ન્યાયપણાના પાકને વધારશે. 11 તમે દરેક રીતે સમૃધ્ધ થશો, જેથી તમે દરેક પ્રસંગે ઉદાર બની શકો, અને તમારા દ્રારા તમારી ઉદારતા આભારી હદયે ઈશ્વરની સ્તુતિ કરશે.

12 આ સેવા તમે જે કરો છો તે ફકત પ્રભુના લોકોની જરૂરિયાતો જ પૂરી કરતી નથી, પણ ઈશ્વર પ્રત્યે આભારસ્તુતિ પુષ્કળ ફળ ઉત્પન્ન કરે છે. 13 તમે જે સેવા દ્રારા પોતાને સાબિત કયાઁ છે તેના કારણે, મસીહના સુસમાચારની પ્રત્યે તમે આપેલી કબૂલાતને તમે આધીન રહો છો, અને તેઓને માટે તથા સવઁને માટે પુષ્કળ દાન આપ્યા છે, તેને લીધે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે. 14 અને તમારાં પર ઈશ્વરની અજાયબ કૃપાને લીધે તેઓ પોતે પણ તમારે માટે પ્રાથઁના કરીને તમારા પર ઘણી મમતા રાખે છે. 15 ઈશ્વરના અવર્ણનીય દાનને માટે તેમની સ્તુતિ થાઓ!

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.