Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 9:6-11

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઉદારતાને પ્રોત્સાહન

6 યાદ રાખો કે: જે કોઈ નજીવું વાવે છે તે નજીવું પામશે. અને જે ઉદારતથી વાવે છે તે ઉદારતાથી લણશે. 7 દરેકે અગાઉથી પોતાના હ્રદયમાં નક્કી કર્યા પ્રમાણે આપવું, અનિચ્છાએ નહિ કે ફરજથી નહિ, કારણ કે ઈશ્વર ખુશીથી આપનારને ચાહે છે. 8 ઈશ્વર તમને ભરપૂરપણે આશીઁવાદ આપવાં શકિતમાન છે. જેથી તમારી પાસે હંમેશ જરૂરી સર્વ હોય, ને તમે દરેક સારા કામમાં ભરપૂર થાઓ. 9 જેમ લખેલું છે તેમ:

"તેણે વેયુઁ છે, તેણે ગરીબોને આપ્યું છે;

તેનું ન્યાયપણું સવઁકાળ ટકે છે"

10 હવે જેને, વાવવા માટે બી અને ખોરાકને માટે રોટલી આપે છે, તે તમારા બીજનો સંગ્રહ પણ પૂરો પાડશે અને વધારશે તે તમારા ન્યાયપણાના પાકને વધારશે. 11 તમે દરેક રીતે સમૃધ્ધ થશો, જેથી તમે દરેક પ્રસંગે ઉદાર બની શકો, અને તમારા દ્રારા તમારી ઉદારતા આભારી હદયે ઈશ્વરની સ્તુતિ કરશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    6 એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે. 7 જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.

    8 ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ. 9 જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’"

    10 જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે; 11 એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.