Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 13

અંતિમ ચેતવણી

1 આ ત્રીજી વખત હું તમારી મુલાકાત માટે આવી રહ્યો છું. "બે અથવા ત્રણ જણની સાક્ષીથી દરેક વાત સાબિત થવી જોઈએ." 2 જયારે હું બીજી વાર તમારી સાથે હતો ત્યારે મેં તમને ચેતવણી આપી હતી. હવે હું ગેરહાજરીમાં પણ તે પુનરાવતઁન કરું છું; મારા પાછા ફયાઁ પછી, જે લોકોએ અગાઉ પાપ કયુઁ તેમને કે બીજા કોઈને હું છોડીશ નહી, 3 મસીહ મારી મારફતે બોલે છે, એ માટે તમે સાબિતી માંગો છો. તે તમારી સાથે વ્યવહાર કરવામાં નબળાં નથી, પણ તમારામાં સમથઁ છે. 4 કેમકે ખરેખર, તેમની નિર્બળતાને લીધે ક્રૂસ પર જડાયા, તોપણ ઈશ્વરનાં સામથ્યઁ વડે તે જીવંત છે. તેવીજ રીતે અમે પણ તેમનામાં નિર્બળ છીએ, તોપણ તેમનાં સામર્થ્યથી અમે તેમની સાથે તમારી સાથેના વ્યવહારમાં અમે જીવંત છીએ.

5 તમારામાં વિશ્વાસ છે કે કેમ તે માટે તમે પોતે પોતાની કસોટી કરી જુઓ! તમારી પોતાની કસોટી કરો. શું તમે જાણતા નથી કે મસીહ ઈસુ તમારાંમાં વસે છે? જો તમે કસોટીમાં નિષ્ફળ ગયા હો તો? 6 અને મને વિશ્વાસ છે કે તમે જાણશો કે અમે કસોટીમાં નિષ્ફળ ગયા નથી. 7 અમે ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખોટું કામ ન કરો, એટલા માટે નહી કે અમે કસોટીમાં પાર ઊતર્યા છીએ, પણ એટલા માટે કે તમે સારું છે તે કરો, ભલે અમે નિષ્ફળ ગયા હોઈએ. 8 કેમકે સત્યની વિરુધ્ધ અમે કઈ કરી શકતા નથી, પણ સત્ય માટે કરીએ છીએ. 9 જયારે અમે નિર્બળ છીએ પણ તમે બળવાન છો ત્યારે અમને આનંદ થાય છે. અને અમારી પ્રાર્થના છે કે તમે સંપૂણઁ થાઓ. 10 એ માટે હું ગેરહાજર છતાં આ વાતો લખું છું, તેથી જયારે હું આવું ત્યારે પ્રભુએ મને આપેલા અધિકારનો ઉપયોગ કરવામાં સખતાઈથી વર્તવું ન પડે, પ્રભુએ જે અધિકાર આપેલા છે તેનો ઉપયોગ તમને પાડી નાંખવા માટે નહિ, પણ તમારી ઉન્નતિ કરવા માટે છે.

છેલ્લી સલામ

11 છેવટે, ભાઈઓને બહેનો, આનંદમાં રહો! સંપૂણઁ થવા પ્રયત્ન કરો, એકબીજાને ઉતેજન આપો, એક મનનાં બનો, સલાહશાંતિમાં રહો, અને પ્રેમ અને શાંતિના ઈશ્વર તમારી સાથે હો.

12 પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.

13 અહીંના તમામ ઇશ્વરનાં લોકો તમને, શુભેચ્છા પાઠવે છે.

14 આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા, ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.